એપલ ની આવક પહોંચી 2 ટ્રિલિયન એટલે કે 150 લાખ કરોડ રૂપિયા ને પાર,તેમાં આઈફોન સિવાય ના કમાણી ના માધ્યમ જાણો અહી...!
by Media Info 7August 23, 2020
એપલ ને આઈફોન તો માત્ર કમાણી ના સ્ત્રોત માનું એક માધ્યમ છે.
- સૌ ને એમ છે કે એપલ કંપની ની કમાણી એટલે કે આઈ ફોન,પરંતુ એ વાત સાવ સાચી નથી અન્ય ઘણા માધ્યમ થી એપલ ની કમાણી થાય છે. જેવી રીતે એમેઝોન ને સૌથી વધુ આવક ઓનલાઇન વેચાણ થી અને ફેસબુક ની આવકનો 98% ભાગ જાહેરાત માંથી આવી છે. તેવી જ રીતે આઈફોન પણ વધુ આવક નું માધ્યમ છે પરંતુ એપલ ને બીજા પણ ઘણા માધ્યમ છે જેનાથી તેની માર્કેટ કેપ આજે 2 ટ્રિલિયન ને પાર પહોંચી છે.
- ઓગસ્ટ 2018 માં જ્યારે કંપની નો માર્કેટ કેપ 1 ટ્રિલિયન ડોલર એટલે કે 75 લાખ કરોડ રૂપિયા એ પહોંચ્યો હતો ત્યારે આઈફોન ની આવક 45% જ હતી.લગભગ બે વર્ષ માં જ કંપની એ આ સફળતા મેળવી છે.
- એપ્રિલ - જૂન ત્રિમાસમાં એપલની 1.98 લાખ કરોડ રૂપિયાની આવક આઈફોન અને બકીની 33.27 અબજ ડોલર એટલે 2.49 લાખ કરોડ રૂપિયા ની આવક મેક,આઇપેડ, બિયરેબ્લસ અને સર્વિસ માંથી થઈ છે.